Adefovir
Adefovir વિશેની માહિતી
Adefovir ઉપયોગ
એચઆઇવી ચેપ અને દીર્ધકાલિન હેપટાઇટિસ B ની સારવારમાં Adefovir નો ઉપયોગ કરાય છે
Adefovir કેવી રીતે કાર્ય કરે
તે વાયરસની સંખ્યાના વધારાને પ્રતિબંધિત કરીને કાર્ય કરે છે, જેથી ચેપગ્રસ્ત દર્દીમાં તેમના સ્તર ઘટે છે.
Common side effects of Adefovir
થકાવટ, નિર્બળતા, ચક્કર ચડવા, માથાનો દુખાવો, ઉબકા, અપચો, પેટ ફૂલવું, અતિસાર, અસાધારણ કિડનીની કામગીરીનું પરીક્ષણ
Adefovir માટે નિષ્ણાત સલાહ
- એડેફોવિર અન્ય લોકોમાં હેપટાઇટિસ B ને ફેલાતો અટકાવતું નથી. સંક્રમણ અટકાવવા જરૂરી પૂર્વ સાવચેતી લેવી.
- સલાહ આપી હોય તે સિવાય એડેફોવિર લેવાની બંધ કરવી નહીં કેમ કે આમ કરવાથી તમારી સ્થિિ વણસી શકશે.
- એડેફોવિરથી કિડનીને નુકસાન થઇ શકે. જો તમને કિડનીનો રોગ, લોહીમાં ઉંચું દબાણ કે ડાયાબિટીસ હોય અથવા હતો તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને સારવાર ના કરાયેલ એચઆઇવી/એઇડ્સ હોય તો એડેફોવિર લેવાથી એચઆઇવી ચેપ ધોરણસરની એચઆઇવી/એઇડ્સ દવઓ સામે પ્રતિરોધક બની શકે છે.
- તમારે દર ત્રણ મહિને એ ખાતરી કરાવવા લોહીના પરીક્ષણો કરાવવા જરૂરી બની શકે કે એડેફોવિર તમારા દીર્ધકાલિન હેપટાઇટિસ B ચેપને નિયંત્રણમાં રાખે છે.
- તમે એડેફોવિર બંધ કરો તે પછી કેટલાક મહિનાઓ માટે તમારે તમારા યકૃતની કામગીરી પર દેખરેખ રાખવી જરૂરી બની શકે.
- એડેફોવિરથી યકૃતને ગંભીર કે જીવલેણ નુકસાન થઇ શકે છે અને લેક્ટિક એસિડોસિસ (લોહીમાં એસિડ જમા થવો જેથી સ્નાયુમાં દુખવો કે નબળાઇ, શ્વાસ લેવામાં મુશ્કેલી, પેટમાં દુખાવો, ઊલટી સાથે ઉબકા, હ્રદયના ઝડપી કે અનિયમિત ધબકારા, ચક્કર કે થકાવટ) તરીકે ઓળખાતી સ્થિતિ થઇ શકે છે. જો તમને આવી કોઇ પ્રતિક્રિયાનો અનુભવ થાય તો તત્કાલ આ દવા લેવાનું બંધ કરવું.
- એડેફોવિર ઉપચાર પર હોવ તે દરમિયાન સગર્ભા બનવાનું નિવારવા સ્ત્રીઓએ અસરકારક ગર્ભ નિરોધની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ.