Betaxolol
Betaxolol વિશેની માહિતી
Betaxolol ઉપયોગ
ગ્લુકોમા (આંખમાં ઉંચું દબાણ), ઝામર ની સારવારમાં Betaxolol નો ઉપયોગ કરાય છે
Betaxolol કેવી રીતે કાર્ય કરે
Betaxolol આંખ(ખો)માં દબાણ ઓછું કરીને કાર્ય કરે છે જેથી દ્રષ્ટિના ક્રમિક નુકસાનને રોકી શકાય. બીટાક્સોલોલ એક રકતદાબ ઓછું કરવાવાળી દવા છે જે બીટા બ્લોકર કહેવાતી દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે રક્તવાહિની અને આંખોમાં રક્તદાબને ઓછુ કરવા વાળા એપિનેફ્રિન અથવા એન્ડ્રેનલિન નામના અંતઃસ્ત્રાવોના કાર્યને અવરોધવાનું કામ કરે છે.
Common side effects of Betaxolol
આંખમાં ખુંચવું, આંખમાં બળતરા
Betaxolol માટે ઉપલબ્ધ દવા
IobetFDC Ltd
₹661 variant(s)
GlucopticKlar Sehen Pvt Ltd
₹531 variant(s)
BEXOL (JAWA)Jawa Pharmaceuticals Pvt Ltd
₹421 variant(s)
OcubetaCadila Pharmaceuticals Ltd
₹291 variant(s)
Betaxolol માટે નિષ્ણાત સલાહ
• જો તમને લોહીના પરિભ્રમણની સમસ્યાઓ, અથવા રક્તવાહિનીની સમસ્યાઓ, અધિવૃક્કની ગ્રંથિની ગાંઠ (ફીઓક્રોમોસાઈટોમા), સોરાયસિસ, ગ્લુકોમા અથવા આંખમાં વધેલું દબાણ, ડાયાબિટીસ, લોહીમાં ઓછું સાકર, અથવા અતિસક્રિય થાઈરોઈડ, કિડની કે યકૃતની સમસ્યાઓનો ઈતિહાસ હોય તો તમારા ડોકટરની સલાહ લેવી.
• જો તમે ડાયાલિસિસ પર હોવ અથવા શસ્ત્રક્રિયા કરાવવાનું નક્કી કર્યું હોય તો તમારા ડોકટરને જણાવો.
• જો તમને અતિસક્રિય થાઈરોઈડ હોય અથવા હોવાની શક્યતા હોય તો બિટાક્સોલોલને લેવાનું અચાનક બંધ કરવું નહીં કેમ કે તે અતિ સક્રિય થાઈરોઈડ (એટલે કે હૃદયના ઝડપી ધબકારા) ની ચોક્કસ નિશાનીઓને ઢાંકી શકે.
• જો તમે વયોવૃધ્ધ દર્દી હોવ તો સાવધાની રાખવી કેમ કે તમે તેની આડઅસર પ્રત્યે વધુ સંવેદનશીલ હોઈ શકો, ખાસ કરીને હૃદયના ધીમા ધબકારા.
• બિટાક્સોલોલ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી સુસ્તી, ચક્કર અથવા માથું ભમી શકે.
• બિટાક્સોલોલ અથવા બિટા-બ્લોકર અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તેવા દર્દીઓને આપવી જોઈએ નહીં.
• 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના દર્દીઓને આપવી જોઇએ નહીં.
• હૃદયમાં અવરોધ, આઘાત, અનિયંત્રિત હૃદયની નિષ્ફળતા, અથવા હૃદયના ખૂબ ધીમા ધબકારા જેવી હૃદયની સમસ્યાઓવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.
• તીવ્ર અસ્થમા, ફેફસાની તીવ્ર સ્થિતિ જેવી ભૂતકાળની કે હાલની શ્વસનની સમસ્યાવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં તેનાથી ગળામાં સસણી બોલવી, શ્વાસ લેવામાં મુશ્કેલી અને/અથવા લાંબો સમય રહેતી ઉધરસ થઈ શકે.