Codergocrine Mesylate
Codergocrine Mesylate વિશેની માહિતી
Codergocrine Mesylate ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે), સ્ટ્રોક (મગજમાં લોહીમાં ઘટેલો પુરવઠો), પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ), ઉંમર સંબંધિત યાદશક્તિ ગુમાવવી અને માથામાં ઇજા ની સારવારમાં Codergocrine Mesylate નો ઉપયોગ કરાય છે
Codergocrine Mesylate કેવી રીતે કાર્ય કરે
કોડેર્ગોક્રાઇન એગોર્ટ અલ્કાલોઇડ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. જેને કારણે રક્તવાહિનીઓનું વિસ્તરણ થાય છે અને મગજમાં ઓક્સિજનના ઉપયોગમાં વૃદ્ધિ થાય છે. આ સંજ્ઞાત્મક કાર્યો માટે જવાબદાર રસાયણોને નિયંત્રિત પણ કરે છે.
Common side effects of Codergocrine Mesylate
ઝાંખી દ્રષ્ટિ, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, બ્લડપ્રેશરમાં ઘટાડો, ચક્કર ચડવા, ફ્લશિંગ, માથાનો દુખાવો, નાક બંધ થઈ જવું, લાલ ચકામા, ઊલટી
Codergocrine Mesylate માટે ઉપલબ્ધ દવા
HydergineNovartis India Ltd
₹1141 variant(s)
Codergocrine Mesylate માટે નિષ્ણાત સલાહ
- નિયમિતપણે તમારું લોહીનું દબાણ અને હૃદયના ધબકારા પર દેખરેખ રાખવી કેમ કે કોડેરગોક્રાઈન મેસીલેટ લોહીના દબાણને ઘટાડવા માટે અને હૃદયના ધબકારા ધીમા પાડવા (તીવ્ર બ્રાડીકાર્ડિયા) માટે જાણીતી છે.
- જો તમે કોડેરગોક્રાઈન મેસીલેટ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો આ દવા લેવી નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.