Follicle Stimulating Hormone(FSH)
Follicle Stimulating Hormone(FSH) વિશેની માહિતી
Follicle Stimulating Hormone(FSH) ઉપયોગ
સ્ત્રીમાં વંધ્યતા (સગર્ભા બનવાની અક્ષમતા) અને પુરુષ હાઇપોગોનાડીઝમ (પુરુષ હોર્મોનમાં ઘટાડો) ની સારવારમાં Follicle Stimulating Hormone(FSH) નો ઉપયોગ કરાય છે
Follicle Stimulating Hormone(FSH) કેવી રીતે કાર્ય કરે
એફએસએચ કૂપ ઉત્તેજક હોર્મોન રિસેપ્ટર સાથે બંધાઇ જાય છે જે એક જી-સંયોજીત ટ્રાન્સ મેમ્બ્રેન રિસેપ્ટર છે. આ રિસેપ્તર સાથે એફએસએચ બંધાઇ જવાથી આ PI3K (ફોસ્ફેટી ડાઇલિનોસિટોલ-3-કાઇનેઝ) અને Akt સંકેતમાર્ગના ફોસ્ફોરાઇલેશન અને એક્ટિવેશનને પ્રેરિત કરતા માલુમ પડે છે જે કોષોમાં બીજા ઘણા અયાપચય અને સંબંધિત અસ્તિત્વ અથવા પરિપક્વતા કાર્યોને નિયમિત કરવા માટે ઓળખાય છે.
Common side effects of Follicle Stimulating Hormone(FSH)
લાલ ચકામા, માથાનો દુખાવો, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા, પેટમાં દુખાવો, ખીલ, પુરુષમાં સ્તનનો સોજો, આંતરડા સંબંધિત પ્રતિકૂળતા, ગર્ભાશયમાં ગુમડું
Follicle Stimulating Hormone(FSH) માટે ઉપલબ્ધ દવા
Follicle Stimulating Hormone(FSH) માટે નિષ્ણાત સલાહ
- જો તમે સ્ત્રી હોવ અને પોલિસિસ્ટિક ગર્ભાશયનો રોગ હોય (ગર્ભાશય અને એડ્રેનલ ગ્રંથિ દ્વારા પુરુષ હોર્મોનનું ઉત્પાદન વધવાથી ગર્ભાશયમાં સિસ્ટ વિકસે) અથવા કારણ વિના યોનિમાંથી રક્તસ્ત્રાવ થતો હોય તો ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્મોનનો ઉપયોગ ન કરવો.
- તમને અસ્થમા; પોરફીરિયા (જવલ્લે થતો લોહીના રંગનો વિકાર જેનાથી ત્વચા અને બીજા અંગોને અસર પહોંચે), સ્તન, અંડાશય ગર્ભાશય, જનનેન્દ્રિય, હાઈપોથેલેમસ કે પિટ્યુટરી ગ્રંથિનું કેન્સર હોય તો ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્મોનનો ઉપયોગ ન કરવો.
- ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માન બહુવિધ બાળજન્મ (જોડિયા/ત્રણ) ની સાથે સંકળાયેલ છે. બહુબાળજન્મ પ્રસૂતિને કારણે કોઈ તબીબી જટિલતાનું જોખમ ઊભું થાય તો તમારા ડોકટરનો સંપર્ક કરવો. તમારા ડોકટર તમને યોગ્ય સમયે યોગ્ય ડોઝ લખી આપશે.
- જો તમને પેટના નીચેના ભાગમાં દુખાવાની સાથે ઊલટી થવા જેવું લાગે (ઉબકા) અથવા પેશાબનું પ્રમાણ ઓછું થવા જેવી વધુ તીવ્ર ગૂંચવણો ઊભી થાય, વજનમાં વધારો, શ્વાસ લેવામાં તકલીફ કે તમારા પેટ કે છાતીમાં પ્રવાહી એકઠું થવાની શક્યતા ઊભી થાય તો તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરવો. આ દર્શાવી શકશે કે પ્રજનનક્ષમ દવાઓનો ઉપયોગ સંબંધમાં ગર્ભાશયની (ઓવેરિયન હાયપરસ્ટિમ્યુલેશન સિંડ્રોમ/ OHSS) ગંભીર સમસ્યાઓ વધી રહી છે.
- ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માનની લોહીમાં ઊંચી સપાટી ધરાવતી વ્યક્તિ જનનેન્દ્રિયને નુકસાન થયું હોવાનું દર્શાવે તો (જનનેન્દ્રિય વીર્ય ઉત્પન્ન કરી શકે નહીં ) તેણે ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માનનો ઉપયોગ ન કરવો. આવા કેસોમાં દવા અસરકારક નથી.
- અંડ પેદા ન કરી શકતા ગર્ભાશયવાળી મહિલાઓમાં (પ્રાથમિક રીતે ગર્ભાશય નિષ્ફળતા), મેનોપોઝ સમય પહેલાં આવે તેવી મહિલાઓ અથવા સ્ત્રીઓની પ્રજનન અંગોની રચનામાં કમી હોય તેવી મહિલાઓ ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માન અસરકારક નથી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માનનો ઉપયોગ ન કરવો.