Galantamine
Galantamine વિશેની માહિતી
Galantamine ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે) અને પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ) ની સારવારમાં Galantamine નો ઉપયોગ કરાય છે
Galantamine કેવી રીતે કાર્ય કરે
Galantamine એ મગજમાં એસીટીલકોલાઈન એક રસાયણને ઝડપથી તૂટતા અટકાવીને કાર્ય કરે છે. એસીટીલકોલાઈન ચેતા દ્વારા સિગ્નલોને મોકલવામાં મહત્વપૂર્ણ છે, આ એક પ્રક્રિયા છે, જે અલ્ઝેઈમરના રોગમાં તૂટે છે.
Common side effects of Galantamine
ઉબકા, માથાનો દુખાવો, ઊલટી, અતિસાર, થકાવટ, ચક્કર ચડવા, ભૂખમાં ઘટાડો, વજન ઘટવું
Galantamine માટે ઉપલબ્ધ દવા
GalamerSun Pharmaceutical Industries Ltd
₹220 to ₹4494 variant(s)
Galantamine માટે નિષ્ણાત સલાહ
- જો તમને હૃદયનો કોઈપણ વિકાર, ઈલેકટ્રોલાઈટ ગરબડ, પેપ્ટિક (પેટ) અલ્સરનો રોગ, પેટમાં તીવ્ર દુખાવો, ચેતાતંત્રનો વિકાર (જેમ કે તાણ અથવા પાર્કિન્સનનો રોગ), અસ્થમા, ન્યૂમોનિયા, પેશાબ કરવામાં મુશ્કેલી હોય, અથવા જો તમને આંતરડા કે મૂત્રાશયનો ઓપરેશન કરાવ્યું હોય તો તમારા ડોકટરની સલાહ લેવી.
- ડ્રાઈવ કરવું નહીં કે કોઈપણ મશીનરી ચલાવવી નહીં કેમ કે ગેલેન્ટામાઈનથી સુસ્તી આવી શકે.
- ગેલેન્ટામાઈન લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
- વયોવૃધ્ધ વ્યક્તિમાં ગેલેન્ટામાઈનનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કેમ કે તેઓ તેની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.