હોમ>insulin glargine
Insulin Glargine
Insulin Glargine વિશેની માહિતી
Insulin Glargine કેવી રીતે કાર્ય કરે
Insulin Glargine લાંબા ગાળા સુધી કાર્ય કરતું ઇન્સુલિન છે જે ઇન્જેક્શન આપ્યા પછી 24 કલાક કાર્ય કરે છે. તે શરીર દ્વારા પેદા થતા ઇન્સુલિનની જેમ કામ કરે છે. ઇન્સુલિન સ્નાયુમાં અને ચરબીના કોષમાં ગ્લુકોઝના પુનઃસેવન માટે માર્ગ કરી આપે છેતેમજ યકૃતમાંથી ગ્લુકોઝની વિમુક્તિ અવરોધે છે.
Common side effects of Insulin Glargine
લોહીમાં સાકરનું સ્તર ઘટવું, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા
Insulin Glargine માટે ઉપલબ્ધ દવા
LantusSanofi India Ltd
₹640 to ₹21364 variant(s)
BasalogBiocon
₹565 to ₹17826 variant(s)
BasugineLupin Ltd
₹640 to ₹11532 variant(s)
GlaritusWockhardt Ltd
₹450 to ₹21368 variant(s)
GlarviaPfizer Ltd
₹4751 variant(s)
XglarEris Lifesciences Ltd
₹610 to ₹32043 variant(s)
Nobeglar UNOMankind Pharma Ltd
₹6851 variant(s)
BasaglarCipla Ltd
₹640 to ₹7692 variant(s)
NobeglarMankind Pharma Ltd
₹610 to ₹8223 variant(s)
Xglar OneEris Lifesciences Ltd
₹7691 variant(s)
Insulin Glargine માટે નિષ્ણાત સલાહ
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ; જો તમે કિડની અથવા યકૃતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોવ; ડાયાબિટીસ હોય તો ઈન્સ્યુલિન ગ્લેરગાઈન લેવા દરમિયાન વિશેષ પૂર્વસાવચેતીઓ લેવી.
- ઈન્સ્યુલિન લેવા દરમિયાન દારૂ પીવો નહીં.
- જો તમને કોઈપણ એલર્જીક પ્રતિક્રિયાઓનો અનુભવ થાય, જેમ કે લાલાશ, સોજો, ઈંજેક્ષન આપ્યાની જગ્યા પર ફોલ્લી અને ખંજવાળ, ત્વચા પર ફોલ્લી, ખંજવાળ અથવા ઝીણી ફોલ્લીઓ, ગળામાં સસણી જેવો અવાજ થવો અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી, ચહેરા, હોઠ, જીભ અથવા શરીરના અન્ય ભાગો પર સોજો; અથવા લોહીમાં ઓછી સાકરના સ્તરનો અનુભવ થાય, જેના લક્ષણો ઠંડીમાં પરસેવો થવો; ઠંડી નિસ્તેજ ત્વચા, માથાનો દુખાવો, હૃદયના ઝડપી ધબકારા, બિમારીની લાગણી થવી, ખૂબ ભૂખ લાગવી, દૃષ્ટિમાં કામચલાઉ ફેરફાર, સુસ્તી, અસામાન્ય થકાવટ અને નબળાઈ; ગભરાટ અથવા ધ્રૂજારી, ચિંતાની લાગણી થવી, મુંઝવણની લાગણી થવી, ધ્યાન આપવામાં મુશ્કેલી તો દવા બંધ કરી અને તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરો.
- વિટામિનો અને હર્બલ પૂરકો સહિત તમે લતા હોવ તેવી તમામ દવાઓ વિશે તમારા ડોકટરને જણાવો.
- તમે શસ્ત્રક્રિયા કરાવી હોય, જેમાં દાંતની શસ્ત્રક્રિયાનો પણ સમાવેશ થાય છે તો તમારા ડોકટરને જણાવો કે તમે ઈન્સ્યુલિન ગ્લેરગાઈનનો ઉપયોગ કરી રહ્યા છો.
- ઈન્સ્યુલિન ગ્લેરગાઈનની બનાવટ ત્વચાની નીચેના સ્તરે દાખલ કરવા બનાવાઈ છે. નસ કે સ્નાયુમાં દાખલ કરવી નહીં.
- ઈંજેક્ષન આપવાની જગ્યા ઉપલા બાવડાં (ડેલ્ટોઈડ), પેટ, કુલા અને જાંઘના વિસ્તારમાં બદલાતી રહેવી જોઈશે, એક ઈંજેક્ષન પછી બીજું ઈંજેક્ષન એવી રીતે આપવું જોઈએ કે દરેક જગ્યા 1 થી 2 અઠવાડિયામાં એક કરતાં વધુ વખત ના આવે; આનાથી ઈંજેક્ષન આપવાની જગ્યા પર ત્વચામાં ફેરફાર ઘટે છે.
- ઈન્સ્યુલિન કે ઈન્સ્યુલિન ગ્લેરગાઈનની બે બનાવટો મંદ કે મિશ્રણ કરવી નહીં. એ વાતથી પણ વાકેફ રહેવું કે સાર્મથ્ય, ઉત્પાદક, પ્રકાર, મૂળભૂત, અથવા બનાવટની પધ્ધતિમાં કોઈપણ ફેરફાર ડોઝમાં બદલાવ લાવી શકશે.
- જો ઈન્સ્યુલિન ગ્લેરગાઈન બનાવટ સ્પષ્ટ અને રંગવિહિન ના દેખાય અથવા તો તેમાં કણ સમાવિષ્ટ હોય તો ઉપયોગ કરવો નહીં.
- કાર્ટ્રિજ લોડ કરવા માટે, સોય જોડવા માટે, સલામત પરીક્ષણ કરવા માટે અને ઈન્સ્યુલિન ઈંજેક્ષન આપવા માટે ઈન્સ્યુલિન ગ્લેરગાઈન શીશી / કન્ટેઈનર સાથે પૂરી પાડવામાં આવેલી સૂચનાઓ વાંચો અને અનુસરો.
- જો તમને હાઈપોગ્લાયસેમિયાના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય (જેમ કે ઠંડીમાં પરસેવો, ઠંડી નિસ્તેજ ત્વચા, માથાનો દુખાવો, હૃદયના ઝડપી ધબકારા, બિમારીની લાગણી, ખૂબ ભૂખ લાગવી, દૃષ્ટિમાં કામચલાઉ ફેરફાર, સુસ્તી, અસામાન્ય થકાવટ અને નબળાઈ, ગભરાટ કે ધ્રૂજારી, ચિંતાની લાગણી, મુંઝવણની લાગણી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી) તો તમારે સાકર કે કાર્બોહાઈડ્રેટ ખાઈને તત્કાલ તમારા લોહીમાં સાકરને વધારવું જરુરી બને છે.
- જો તમે લોહીમાં સાકરના નીચા/ઊંચા સ્તરથી પીડાતા હોવ અથવા તમને તમારી દૃષ્ટિ સાથે સમસ્યા હોય તો ડ્રાઈવિંગ કરી રહ્યા હોવ અથવા મશીન સાથે કામ કરી રહ્યા હોવ તે દરમિયાન પૂર્વ સાવચેતી રાખવી જોઈશે કેમ કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ઘટી શકે છે.