Iron Dextran
Iron Dextran વિશેની માહિતી
Iron Dextran ઉપયોગ
આયર્નની ન્યૂનતાને કારણે એનીમિયા અને દીર્ધકાલિન કિડનીના રોગને કારણે એનીમિયા ની સારવારમાં Iron Dextran નો ઉપયોગ કરાય છે
Iron Dextran કેવી રીતે કાર્ય કરે
Iron Dextran એ શરીરમાં રસાયણો સાથે પ્રતિક્રિયા કરીને શરીરમાં શોષાય છે અને શરીરમાં આયર્નના ઓછા સ્તરની જગ્યાએ આવે છે. આયરન ડેક્સેટ્રન આયર્નપૂરકનું ઇન્જેક્ટેબલ સ્વરૂપ છે જે શરીરમાં આયર્ન ખનીજના સ્તરોને સંતુલિત કરે છે જેનાથી આયર્નની ખામીથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અટકે છે.
Common side effects of Iron Dextran
ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, અતિસાર, કબજિયાત
Iron Dextran માટે ઉપલબ્ધ દવા
Iron Dextran માટે નિષ્ણાત સલાહ
- જો તમને યકૃત, હ્રદય, કિડનીના રોગો અથવા ડાયાલિસિસ હેઠળ હોવ, રક્તસ્ત્રાવ કે લોહી ગંઠાવાના વિકારો જેમ કે હેમોફેલિયા અથવા પેટમાં રક્તસ્ત્રાવ કે અસ્થમા કે એલર્જીઓ, રુમેટોઇડ આર્થ્રાઇટિસ કે અન્ય ચેપો હોય તો તમારા ડોકટરને જણાવો.
- 4 મહિના કરતાં નાના બાળકોમાં આયર્ન ડેક્સટ્રાનનો ઉપયોગ કરવો નહીં..
- તમે આયર્ન ડેક્સટ્રાન પર હોવ તે દરમિયાન તમારી પ્રયોગશાળા પરીક્ષનો માટે નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે જેમ કે હિમોગ્લોબિન, હેમેટોક્રિટ, લોહીમાં આયર્નના સ્તરો, આયર્નની સંયોજન થવાની કુલ ક્ષમતા (TIBC) ના સ્તરો, અથવા ટ્રાન્સાફેરિનના સંકેન્દ્રનના હાલના સ્તરો.
- આયર્ન ડેક્સટ્રાન લીધા પછી ડ્રાઇવ કરવું નહીં કે કોઇપણ મશીનરીનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી ચક્કર, માથું હળવું ભમવું કે મૂર્ચ્છા આવી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો આયર્ન ડેક્સટ્રાન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો તે લેવી નહીં.
- આયર્નની ઉણપ સાથે એનીમિયા સંકળાયેલ ના હોય તો લેવી નહીં.