Levalbuterol
Levalbuterol વિશેની માહિતી
Levalbuterol ઉપયોગ
અસ્થમા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઓર્ડર (COPD) ની સારવારમાં Levalbuterol નો ઉપયોગ કરાય છે
Levalbuterol કેવી રીતે કાર્ય કરે
Levalbuterol એ ફેફસાને શ્વાસ લેવાનું સરળ બનાવવા હવાના માર્ગોને રીલેક્સ કરીને અને ખુલ્લા કરીને કાર્ય કરે છે.
Common side effects of Levalbuterol
અનિદ્રા, ધબકારામાં વધારો, બેચેની, ધ્રૂજારી
Levalbuterol માટે ઉપલબ્ધ દવા
Levalbuterol માટે નિષ્ણાત સલાહ
- જો તમને લોહીમાં ઊંચું દબાણ, હૃદયના અનિયમિત ધબકારા, હૃદયનો અન્ય કોઈપણ પ્રકારનો રોગ, તાણ, ડાયાબિટીસ, હાઈપરથાયરોડિઝમ (સ્થિતિ કે જેમાં શરીરમાં અતિશય થાઈરોઈડ હોર્મોન થાય), અથવા કિડનીનો રોગ હોય અથવા હતો તો તમારા ડોકટરને જણાવો.
- લેવલબ્યુટેરોલને લીધા પછી તરત ગળામાં સસણી બોલવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તેવા કેસમાં તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- લેવલબ્યુટેરોલનો વારંવાર ઉપયોગ કરવો નહીં અને ભલામણ કર્યાના ડોઝ કરતાં વધુ લેવી નહીં કેમ કે આનાથી હૃદયની તીવ્ર સમસ્યાઓ અને અન્ય જટિલતાઓ થઈ શકશે.
- લેવલબ્યુટેરોલ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે અન્ય મશીનરીનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકશે.
- લેવલબ્યુટેરોલનો ઉપયોગ કર્યા પછી મોં સૂકું થવું અને મોંમા અણગમતો સ્વાદ થવો સામાન્ય છે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો લેવલબ્યુટેરોલ પ્રત્યે અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- જો અન્ય ટૂંકા સમય માટે કાર્ય કરતી સીમ્પેથોમિમેટિક બ્રોન્કોડાઈલેટર (એટલે કે પિરબ્યુટેરોલ) અથવા શ્વાસમાં લેવાની એપિનેફ્રાઈનનો ઉપયોગ કરો તો લેવી નહીં.