Tazobactum
Tazobactum વિશેની માહિતી
Tazobactum ઉપયોગ
બેક્ટેરિયલ ચેપ ની સારવારમાં Tazobactum નો ઉપયોગ કરાય છે
Tazobactum કેવી રીતે કાર્ય કરે
Tazobactum એ બેકટેરિયાને એન્ટિબાયોટિક્થી પોતાનું રક્ષણ (પ્રતિરોધક) કરતા બનાવે છે તેવા રસાયણોને અવરોધે છે.
Tazobactum માટે ઉપલબ્ધ દવા
Tazobactum માટે નિષ્ણાત સલાહ
- તેને નસમાં ઇન્ફ્યુઝન તરીકે (30 મિનિટ માટે ટીપે ટીપે) અપાય છે.
- જો તમારે કોઇ પરીક્ષણ માટે લોહી કે પેશાબનો નમૂનો આપવાનો હોય તો તમારા ડોકટરને જણાવો કારણ કે ટેઝોબેક્ટેમ અને પાઇપેરાસિલિનથી ખોટા હકારાત્મક પરિણામો આવી શકે.
ટેઝોબેક્ટેમ / પાઇપેરાસિલિન શરૂ કરવી નહીં કે લેવાની ચાલુ રાખવી નહીં અને તમારા ડોકટરની સલાહ લેવી:
- જો તમે દવા સાથેની સારવાર પહેલાં કે તે દરમિયાન અતિસારથી પીડાઇ રહ્યાં હોવ.
- જો તમને કિડની કે યકૃતની સમસ્યાઓ હોય, લોહીમાં પોટેશિયમના ઓછા સ્તરો હોય, કે હાલમાં હેમોડાયાલિસિસ પર હોવ.
- જો તમને સારવાર દરમિયાન નવો ચેપ લાગે કે ચેપ વણસે, અથવા વાઇ (આંચકી) થાય.
- જો તમે નિયંત્રિત સોડિયમ આહાર આયોજન પર હોવ.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.