Trospium
Trospium વિશેની માહિતી
Trospium ઉપયોગ
અતિસક્રિય મૂત્રાશય (પેશાબ કરવાની અચાનક ઇચ્છા અથવા કેટલીકવાર અસ્વૈચ્છિક પેશાબ થઇ જવો) ની સારવારમાં Trospium નો ઉપયોગ કરાય છે
Trospium કેવી રીતે કાર્ય કરે
Trospium એ મૂત્રાશયના સ્નાયુઓને શાંત કરીને કામ કરે છે.
Common side effects of Trospium
સૂકું મોં, કબજિયાત, ચક્કર ચડવા, માથાનો દુખાવો, ઘેન, ઝાંખી દ્રષ્ટિ, સૂકી ત્વચા
Trospium માટે નિષ્ણાત સલાહ
- ખોરાકના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં ખાલી પેટે ટ્રોસ્પિયમ લેવી.
- જો તમને હળવેથી મધ્યમસરનો યકૃતનો રોગ, કિડનીનો રોગ, ન્યૂરોપથી (ચેતાને નુકસાન), અને આંતરડામાં અવરોધ, પેશાબ કરવામાં મુશ્કેલી, હિયાટસ હર્નિયા, હૃદયનો રોગ, છાતીમાં બળતરા અથવા અતિસક્રિય થાઈરોઈડ હોય તો ટ્રોસ્પિયમ લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.
- આ દવા લેવા દરમિયાન વાહન ચલાવવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં કેમ કે તેનાથી દૃષ્ટિ ઝાંખી થઈ શકશે.
- દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકશે.
- બહુ ગરમી થાય તેવી સ્થિતિઓ નિવારો અને હાઈડ્રેટ રહેવા ખૂબ પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીઓ કેમ કે ટ્રોસ્પિયમથી પરસેવો થવાનું ઘટી શકશે, જેનાથી ડીહાઈડ્રેશન થઈ શકશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.