હોમ>varenicline
Varenicline
Varenicline વિશેની માહિતી
Varenicline કેવી રીતે કાર્ય કરે
Varenicline એ ધૂમ્રપાન બંધ કરવા સાથે સંકળાયેલ અતિશય ઈચ્છા અને ત્યાગના લક્ષણોમાં રાહત આપવામાં મદદ કરે છે. Varenicline એ જ્યારે સારવાર પર હોવ ત્યારે ધૂમ્રપાનને માણવાનું પણ ઘટાડી શકે છે.
વેરેનિક્લાઇન નિકોટિનિક રિસેપ્તર પાર્શિયલ એગોનિસ્ટ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ મગજમાં નિકોટિન (જે ધુમ્રપાન કરવાથી અનુભવાય છે)ની અસરને અવરોધે છે.
Common side effects of Varenicline
ઉબકા, માથાનો દુખાવો, અનિદ્રા, અસાધારણ સ્વપ્નો, નાસોફેરિન્જાઇટિસ
Varenicline માટે નિષ્ણાત સલાહ
- ધૂમ્રપાન બંધ કરવાની તારીખના 1-2 અઠવાડિયાં પહેલાં તમારે વેરનિક્લાઇનથી સારવાર શરૂ કરવી જોઇએ.
- જો તમને વ્યાકુળતા, હતાશાયુક્ત મિજાજ, વર્તણૂક કે વિચારવામાં બદલાવ, આત્મહત્યાનો વિચાર કે આત્મહત્યા કરવાની વર્તણૂક થાય તો વેરનિક્લાઇન લેવાની બંધ કરવી.
- જો તમને હ્રદયનો હુમલો (માયોકાર્ડિઅલ ઇન્ફ્રાર્ક્શન), સ્ટ્રોક કે અન્ય કોઇપણ એલર્જીક પ્રતિક્રિયાનો અનુભવ થાય તો વેરનિક્લાઇનનો ઉપયોગ કરવાનું બંધ કરવું અને તત્કાલ તમારા ડોકટરની સલાહ લેવી.
- તાણ (આંચકી) કે માનસિક વિકારવાળા દર્દીઓમાં વેરનિક્લાઇનનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
- સારવારના અંતે, જો તમે વેરનિક્લાઇન બંધ કરો ત્યારે, તમને ચિઢિયાપણામાં વધારો, ધૂમ્રપાન કરવાની ઇચ્છા, હતાશા, અને/અથવા ઉંઘ ના આવવી (અનિદ્રા) ના લક્ષણોનો અનુભવ થઇ શકશે.
- વેરનિક્લાઇનથી ચક્કર અને ઘેન આવી શકે, તમારા ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવામાં અસર કરી શકે. જ્યાં સુધી તમને સારું ના લાગે ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.