Vitamin K
Vitamin K વિશેની માહિતી
Vitamin K ઉપયોગ
પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં Vitamin K નો ઉપયોગ કરાય છે
Vitamin K કેવી રીતે કાર્ય કરે
Vitamin K એ આવશ્યક પોષક તત્ત્વો પૂરાં પાડે છે.
Common side effects of Vitamin K
બદલાયેલ સ્વાદ, સાયનોસિસ (ત્વચાનો રંગ વાદળી થવો), શ્વાસની તકલીફ , ફ્લશિંગ, લોહીમાં વધેલું બિલિરુબિન, બ્લડપ્રેશરમાં ઘટાડો, ખંજવાળ, ત્વચાનું ખવાણ, ત્વચા પર ગુમડાં
Vitamin K માટે નિષ્ણાત સલાહ
તમારા ડોકટર તેમ કરવાનું ન કહે તે સિવાય તમે ફાયટોનએડિઓન લેતી વખતે વારફેરિન (કોઉમાડિન) જેવાં એન્ટિકોગ્યુલન્ટ (લોહી પાતળું કરનાર) લેવાં નહીં, જો તમે ઓર્લિસ્ટેટ (ઝેનિકલ) લેતાં હોવ તો, વિટામિન K લેવાના 2 કલાક પહેલાં કે 2 કલાક પછી તે લેવી.
- જો તમને શસ્ત્રક્રિયા કે દાંતની સારવારની જરૂર હોય, તો સમય પહેલાં તમારા સર્જન કે દંતચિકિત્સકને જણાવો કે તમે વિટામિન K નો ઉપયોગ કરી રહ્યા છો.
- તીવ્ર યકૃતનો રોગ હોય તેવા દર્દીઓમાં વિટામિન K નો સાવચેતીથી ઉપયોગ કરવો જોઇએ, કેમ કે તેમના ઊંચા ડોઝ આપવાને પરિણામે યકૃતની કામગીરીમાં વધુ ઘટાડો થાય.
- યકૃતના રોગના દર્દીઓમાં નિયમિત કે લાંબા સમય માટે વિટામિન K નો ઉપયોગ જરૂરી હોય તો રાબેતા મુજબ યકૃતની કામગીરીનું પરીક્ષણ કરવું જોઇએ.
- કિડનીના રોગને કારણે જો તમે ડાયાલિસિસની સારવાર પર હોવ ત્યારે અતિશય વિટામિન K હાનિકારક બની શકે.
આ દવાનો ઉપયોગ કરતાં પહેલાં, તમારા ડોકટરને કહો :
- જો તમને લોહીના વિકારનો તબીબી ઈતિહાસ હોય.
- જો તમને મૂત્રાશયના રોગનો (દા.ત. અવરોધક કમળો, પિત્તાશયમાં ઊંડો ઘા) તબીબી ઈતિહાસ હોય.
- જો તમને યકૃત કે કિડનીના રોગનો તબીબી ઈતિહાસ હોય.
- જો તમે તાજેતરમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ કર્યો હોય કે હાલમાં લેતાં હોય.
- જો તમે એનિસિનડિઓન, હેપરિન, વોરફેરિન, કોઉમાડિન જેવી લોહીને પાતળુ કરનાર દવાઓ તાજેતરમાં ઉપયોગ કર્યો હોય કે હાલમાં લેતાં હોય.
- જો તમે એસ્પિરિન, કમરમાં રાહત માટે એક્સ્ટ્રા સ્ટ્રેન્થ, નોવાઝલ, ન્યુપ્રિન બેકેક કેપલેટ, ડોનની પિલ્સ એક્સ્ટ્રા સ્ટ્રેન્થ, પેપ્ટો બિસ્મોલ, ટ્રાયકોસલ અને અન્ય જેવી સેલિસાયલેટ તાજેતરમાં ઉપયોગ કર્યો હોય કે હાલમાં લેતાં હોય.
- સગર્ભાવસ્થા દરમિયાન આ દવા સ્પષ્ટ જરૂરિયાત હોય તો જ લેવી જોઇએ.
- એકલી વિટામિન K, તેની સાથે બીજી દવાઓ કે કેટલીક બનાવટો સાથે દારૂ લેવાથી ચક્કર આવી શકે. વિટામિન K સામે તમે કેવી પ્રતિક્રિયા કરશો તેની તમને જાણ ન હોય ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં, મશીનરી ચલાવવી નહીં, કે એવું બીજું કશું ન કરો જે ભયજનક હોઇ શકે.
- વિટામિન K ની કેટલીક બનાવટોમાં માં બેન્ઝિલ આલ્કોહોલ હોય છે જેનાથી નવજાત બાળકોમાં ઝેરી અને જીવલેણ પ્રતિક્રિયા (ગેસ્પિંગ સિંડ્રોમ) થયાનો અહેવાલ છે. કોઈપણ પ્રશ્નો કે ચિંતાજનક બાબતોની તમારા ડોકટર સાથે ચર્ચા કરવી.