Zanamivir
Zanamivir વિશેની માહિતી
Zanamivir ઉપયોગ
મોસમી ફ્લ્યૂ (ઇન્ફ્લ્યુએન્ઝા) ની સારવારમાં અને અટકાવવામાં Zanamivir નો ઉપયોગ કરાય છે
Zanamivir કેવી રીતે કાર્ય કરે
Zanamivir એ શરીરની અંદર ફેલાવતાં ફ્લૂ વાયરસને અટકાવે છે. તેઓ ફ્લૂ વાયરસના ચેપની લાક્ષણિકતાને હળવી કરવામાં અથવા અટકાવવામાં મદદ કરે છે.
ઝનામિવીર એક વાયરસ વિરોધી એજન્ટ છે જે ન્યૂરામિનીડેઝ ઇન્હિબીટર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ શ્વસન વાયરસની વૃદ્ધિ અને પ્રસરણને અવરોધવાનું કામ પણ કરે છે.
Common side effects of Zanamivir
ઉબકા, ઊલટી, સાંધામાં દુખાવો, ઠંડી લાગવી, તાવ, સાયનસમાં સોજો , ચક્કર ચડવા, પેટમાં દુખાવો, અતિસાર
Zanamivir માટે ઉપલબ્ધ દવા
Zanamivir માટે નિષ્ણાત સલાહ
- જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ગળામાં સસણી બોલવી કે હાંફ ચઢે તો ઝેનામિવિરનો ઉપયોગ બંધ કરવો અને તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમને નીચેની કોઇપણ તબીબી સ્થિતિઓ હોય અથવા ક્યારેય હતી તો તમારા ડોકટરને જણાવો : અસ્થમા કે અન્ય શ્વસન સમસ્યાઓ; બ્રોન્કાઇટિસ (હવાના માર્ગમાં સોજો); એમ્ફીસેમા (ફેફસામાં હવાના છિદ્રોને નુકસાન).
- ઇન્ફ્લ્યુએન્ઝા ફેલાતો અટકાવવા જરૂરી પૂર્વ સાવચેતી રાખવી.
- જો તમે એટેન્યુએટેડ ઇન્ફ્લ્યુએન્ઝા રસી છેલ્લા 2 અઠવાડિયાની અંદર અથવા આગામી 2 દિવસોની અંદર આવી રસીઓ લેવાનું આયોજન હોય તો ઝેનામિવિર લેવી નહીં.
- ડ્રાઇવ કરવું નહીં કે અન્ય સંભવિત બિનસલામત કાર્યો કરવા નહીં કેમ કે ઝેનામિવિરથી ચક્કર આવી શકે.
- દારુ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
- ઝેનામિવિર લેતા દર્દીઓને ફ્લ્યુ હોય તો મુંઝવણનું જોખમ વધી શકે અને અસામાન્ય વર્તણૂકમાં બદલાવ થઇ શકે, ખાસ કરીને બાળકોમાં સામાન્ય છે. જો તમને મુંઝવણના લક્ષણો અને અસામાન્ય વર્તણૂકમાં બદલાવ જણાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.