Acipimox
Acipimox વિશેની માહિતી
Acipimox ઉપયોગ
લોહીમાં કોલેસ્ટેરોલના વધેલા સ્તરો ની સારવારમાં Acipimox નો ઉપયોગ કરાય છે
Acipimox કેવી રીતે કાર્ય કરે
એસિપિમોક્સ એક નિયાસિન વ્યુત્પન્ન છેજે લોહીમાં ટ્રાઇગ્લાઇસેરાઇડ નામના ફેટના ઉંચા સ્તરોને ઓછા કરે છે.
Common side effects of Acipimox
ઉબકા, અતિસાર, પેટમાં દુખાવો, ફ્લશિંગ, આંતરડા સંબંધિત પ્રતિકૂળતા, લાલ ચકામા
Acipimox માટે ઉપલબ્ધ દવા
Acipimox માટે નિષ્ણાત સલાહ
- એસિપિમોક્સ તમામ લિપિડના વિકારો માટે અસરકારક નથી અને હ્રદયના રોગને અટકાવવા માટે લેવી જોઇએ નહીં.
- એસિપિમોક્સ લાંબા સમયગાળાના ઉપયોગ માટે છે; તમે આ ઉપચાર પર હોવ તે દરમિયાન તમારી સ્થિતિ પર દેખરેખ રાખવા માટે નિયમિત સમયાંતરે લોહીના પરીક્ષણો કરાવવા જોઇએ.
- એસિપિમોક્સ લેતાં પહેલાં, ખાતરી કરો કે તમે જીવનશૈલીમાં બદલાવો કર્યા છે જેમ કે ઓછો કોલેસ્ટેરોલ અને ઓછી ચરબીનો આહાર ખાવ છો, કસરત કરો છો અને વજન ઘટાડો છો, દારૂ પીવાનું બંધ કરો છો વગેરે.
- જો તમને પેટ અથવા આંતરડાનું અલ્સર કે કિડનીની તીવ્ર સમસ્યા છે અથવા જો તમે લિપિડ ઓછું કરવાના અન્ય એજન્ટ્સ લઇ રહ્યા છો તો તમારા ડોકટરને જણાવો. જો એસિપિમોક્સને સ્ટેટિન્સ (ઉ.દા. સિમ્વાસ્ટેટિન) અથવા ફાયબ્રેટ્સ (ઉ.દા. ક્લિફિબ્રેટ) સાથે સંયોજનમાં ઉપયોગમાં લેવાય તે સમયે સાવધાની રાખવી જોઇએ.
- એસિપિમોક્સથી ના સમજાય તેવો સ્નાયુમાં દુખાવો, સ્નાયુમાં કોમળતા અથવા સ્નાયુમાં નબળાઇ થઇ શકે છે. જો તમને આવા કોઇપણ લક્ષણોનો અનુભવ થાય તો આ દવા લેવાની બંધ કરવી અને તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.