Bevacizumab
Bevacizumab વિશેની માહિતી
Bevacizumab ઉપયોગ
આંતરડા અને ગુદાનું કેન્સર, ફેફસાનું નાના નહીં તેવા કોષોનું કેન્સર, કિડનીનું કેન્સર, મગજમાં ગાંઠ, ગર્ભાશયનું કેન્સર અને સર્વાઇકલ કેન્સર ની સારવારમાં Bevacizumab નો ઉપયોગ કરાય છે
Common side effects of Bevacizumab
લોહીનું વધેલું દબાણ , મૂત્રમાં પ્રોટિન, નાકમાં રક્તસ્ત્રાવ, ગુદામાં હેમરેજ (રક્તસ્ત્રાવ), પીઠનો દુઃખાવો, માથાનો દુખાવો, બદલાયેલ સ્વાદ, સૂકી ત્વચા, Rhinitis
Bevacizumab માટે ઉપલબ્ધ દવા
BevatasIntas Pharmaceuticals Ltd
₹9500 to ₹396003 variant(s)
CizumabHetero Drugs Ltd
₹11838 to ₹438592 variant(s)
KrabevaBiocon
₹14752 to ₹432122 variant(s)
AbevmyMylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
₹13451 to ₹351202 variant(s)
AdvamabAlkem Laboratories Ltd
₹11802 to ₹379982 variant(s)
BevacirelReliance Life Sciences
₹12356 to ₹388562 variant(s)
AvastimabRPG Life Sciences Ltd
₹18200 to ₹525002 variant(s)
SyndymaCipla Ltd
₹32250 to ₹1176252 variant(s)
CrognocCelon Laboratories Ltd
₹18200 to ₹379982 variant(s)
BevicraGlenmark Pharmaceuticals Ltd
₹10000 to ₹300002 variant(s)
Bevacizumab માટે નિષ્ણાત સલાહ
- જો તમને આંતરડાનો કોઇપણ વિકાર (ડાઇવર્ટિક્યુલિટિસ, પેટમાં અલ્સર, કિમોથેરાપી સાથે સંકળાયેલ કોલાઇટિસ) હોય, અથવા છેલ્લા 28 દિવસોની અંદર દંતવિષયક શસ્ત્રક્રિયા સહિતની મુખ્ય શસ્ત્રક્રિયા કરાવી હોય અથવા શસ્ત્રક્રિયા પછી ઘા રુઝાયો ના હોય તો તમારા ડોકટરને જાણ કરવી.
- જો તમે લોહીના ઉંચા દબાણથી પીડાઇ રહ્યા હોવ, ધમનીઓમાં અગાઉ લોહી ગઠ્ઠો થયો હોય, રક્તસ્ત્રાવની સમસ્યાઓ હોય, લોહી પાતળું કરવાની કે અન્ય કેન્સર વિરોધી દવાઓ લઇ રહ્યા હોવ, રેડિયોથેરાપી કરાવી હોય, હ્રદયનો રોગ અથવા મગજને અસર કરતું મેટાસ્ટેટિક કેન્સર હોય તો ડોકટરને જણાવો.
- જો તમને, નાકમાંથી થતો રક્તસ્ત્રાવ સહિત તમારા શરીરના કોઇપણ ભાગમાંથી, રક્તસ્ત્રાવ થતો જણાય, સારવાર દરમિયાન ઉધરસમાં કે થૂંકવામાં લોહી આવે તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી
- બેવાસિઝુમેબ એ ન્યુટ્રોફિલ્સ (એક પ્રકારનો શ્વેત રક્ત કણ)ની સંખ્યા ઘટાડીને તમારા શરીરને ચેપ સામે લડવાની ક્ષમતા ઘટાડી શકે છે.
- જો તમને અગાઉ ઇંજેક્ષનો લીધા પછી સમસ્યાઓ અનુભવાયેલ હોય, જેમ કે લોહીના ઉંચા દબાણ સાથે કે વિના ચક્કર આવવાં/મૂર્ચ્છાની લાગણી થવી, હાંફ ચઢવો, સોજો અથવા ત્વચા પર ફોલ્લી, માથાનો દુખાવો, દ્રષ્ટિમાં ફેરફાર, મુંઝવણ કે આંચકીતો જરૂરી પૂર્વ સાવચેતીઓ લેવી.
- જો તમને મોં, દાંત અને/અથવા જડબામાં દુખાવો, મોંની અંદર સોજો કે આળાપણું, જડબામાં સંવેદનશૂન્યતા કે ભારેપણાની લાગણી, અથવા દાંત ઢીલો થાય કે થતો હતો તો તમારા દંત ચિકિત્સક ક ફિઝિશ્યનને જણાવો.
- ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે બેવાસિઝુમેબના ઉપયોગથી ઘેન અને મૂર્ચ્છા આવી શકે.