હોમ>insulin detemir
Insulin detemir
Insulin detemir વિશેની માહિતી
Insulin detemir કેવી રીતે કાર્ય કરે
Insulin detemir લાંબા ગાળા સુધી કાર્ય કરતું ઇન્સુલિન છે જે ઇન્જેક્શન આપ્યા પછી 24 કલાક કાર્ય કરે છે. તે શરીર દ્વારા પેદા થતા ઇન્સુલિનની જેમ કામ કરે છે. ઇન્સુલિન સ્નાયુમાં અને ચરબીના કોષમાં ગ્લુકોઝના પુનઃસેવન માટે માર્ગ કરી આપે છેતેમજ યકૃતમાંથી ગ્લુકોઝની વિમુક્તિ અવરોધે છે.
Common side effects of Insulin detemir
લોહીમાં સાકરનું સ્તર ઘટવું, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા
Insulin detemir માટે ઉપલબ્ધ દવા
LevemirNovo Nordisk India Pvt Ltd
₹15941 variant(s)
Insulin detemir માટે નિષ્ણાત સલાહ
- જો તમને હૃદયની સમસ્યા (એટલે કે હૃદયની નિષ્ફળતા), કિડની કે યકૃતની સમસ્યાઓ, ચેતાની સમસ્યાઓ, મૂત્રપિંડ, પિટ્યુટરી કે થાઈરોઈડ ગ્રંથિમાં સમસ્યાઓ, અથવા ડાયાબિટીક કેટોએસિડોસિસ (એક જીવલેણ સ્થિતિ તે ત્યારે થાય છે જ્યારે શરીરમાં કોષો શક્તિ માટે તેઓને જરુરી સાકર મેળવી ના શકે, કારણ કે શરીરમાં પૂરતું ઈન્સ્યુલિન હોતું નથી) નો ઈતિહાસ હોય તો તમારા ડોકટરને જણાવો.
- ખાતરી કરો કે તમે ઘણું વધારે ઈન્સ્યુલિન લેતા નથી, ભોજન છોડતા નથી, અથવા ઘણી વધારે કસરત કરતાં નથી, કારણ કે આનાથી હાઈપોગ્લાયસેમિયા થઈ શકે છે (અસ્થિરતા, ગભરાટ કે ચિંતા, પરસેવો થવો, ઠંડી લાગવી અને ચિકાશ, ચિડીયાપણું, મૂંઝવણ, ઉબકા વગેરે જેવા લક્ષણો સાથે લોહીમાં સાકરના ઓછા સ્તર).
- તાવ કે ચેપ થવાનું નિવારવા સાવધાની રાખવી, કહ્યા કરતાં વધુ ખાવું નહીં, અથવા તમારો ઈન્સ્યુલિનનો ડોઝ ચૂકી જવો નહીં કેમ કે આનાથી હાઈપરગ્લાયસેમિયા (મુંઝવણ, સુસ્તી અથવા તરસ લાગવી, લાલાશ કે ગરમી જેવા લક્ષણો સાથે લોહીમાં સાકરના ઊંચા સ્તર) થઈ શકે છે.
- ઈન્સ્યુલિન ડીટેમિર લઈ રહ્યા હોવ તે દરમિયાન લોહીમાં ગ્લુકોઝના સ્તર માટે અથવા હિમોગ્લોબિન A1c (HbA1c) માટે તમારી નિયમિતપણે દેખરેખ રાખવામાં આવશે.
- તમે કોઈપણ તબીબી કે દંત વિષયક સંભાળ, સંકટકાલિન સંભાળ અથવા શસ્ત્રક્રિયા મેળવો તે પહેલાં તમારા ડોકટર કે દાંતના ડોકટરને જણાવો કે તમે ઈન્સ્યુલિન ડીટેમિર કાર્ટ્રિજ લઈ રહ્યા છો.
- જો તમે દિવસમાં 3 કે વધુ ઈન્સ્યુલિનના ઈંજેક્ષનો લેતા હો તો તમારા ડોકટરને જાણ કરો.
- ઈન્સ્યુલિન ડીટેમિર લીધા પછી ડ્રાઈવ કરવું નહીં અથવા કોઈ મશીનનો ઉપયોગ કરવો નહીં, કેમ કે તેનાથી ચક્કર આવવા, માથું ભમવું અથવા ઝાંખી દૃષ્ટિ થઈ શકશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ઈન્સ્યુલિન ડીટેમિરની સારવાર દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી તેની આડઅસરો વણસી શકે છે.
- ઈન્સ્યુલિન ડીટેમિર અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવું નહીં.
- જો લોહીમાં સાકરના ઓછા સ્તરની (હાઈપોગ્લાયસેમિયા) ઘટનાઓથી પીડાઈ રહ્યા હોવ તો લેવું નહીં.