હોમ>insulin lispro protamine
Insulin Lispro Protamine
Insulin Lispro Protamine વિશેની માહિતી
Insulin Lispro Protamine કેવી રીતે કાર્ય કરે
Insulin Lispro Protamine ઇન્સુલિન છે. તે શરીર દ્વારા પેદા થતા ઇન્સુલિનની જેમ કામ કરે છે. ઇન્સુલિન સ્નાયુમાં અને ચરબીના કોષમાં ગ્લુકોઝના પુનઃસેવન માટે માર્ગ કરી આપે છેતેમજ યકૃતમાંથી ગ્લુકોઝની વિમુક્તિ અવરોધે છે.
Common side effects of Insulin Lispro Protamine
લોહીમાં સાકરનું સ્તર ઘટવું, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા
Insulin Lispro Protamine માટે ઉપલબ્ધ દવા
Insulin Lispro Protamine માટે નિષ્ણાત સલાહ
- હંમેશા ભોજન શરૂ કરતાં પહેલાં 15 મિનિટમાં ઈન્સ્યુલિન લિસ્પ્રો પ્રોટામાઈન લેવી.
- જો તમને હૃદયરોગ, કિડની કે યકૃત રોગ, ચેતાની સમસ્યા, અધિવૃક્ક, પિચ્યુટરી કે થાઈરોઈડની સમસ્યા કે ડાયાબિટીક કેટોએસિડોસિસ (જીવલેણ સ્થિતિ જે પૂરતું ઈન્સ્યુલિન ન હોવાને કારણે શક્તિ માટે શરીરના કોષો તેમને જરૂરી સાકર ન મેળવી શકે ત્યારે પેદા થાય છે) હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે દિવસના 3 કે વધુ ઈન્સ્યુલિન ઈંજેક્ષનો લેતાં હોવ તો તમારા ડોકટરને જાણ કરો.
- જો તમને તમારી ઈન્સ્યુલિન જરૂરિયાતમાં અસાધારણ ફેરફાર દેખાય, જો તમે ઉપવાસ પર હોવ, લોહીમાં સોડિયમની સપાટી ઊંચી હોય અથવા ઓછા મીઠા (સોડિયમ)ના ભોજન પર હોવ તો તમારા ડોકટરને જાણ કરો. ખાતરી કરો કે તમે વધુ પડતું ઈન્સ્યુલિન લેતાં નથી, ભોજન ચૂકતા નથી, કે અતિશય કસરત કરતાં નથી, કેમ કે આનાથી હાઈપોગ્લાયસેમિયા (ધ્રૂજારી, ગભરાટ કે ચિંતા, પરસેવો વળવો, ઠંડી અને ભીનાશ, બળતરા, મુંઝવણ, ઉબકા, વગેરે જેવાં લક્ષણો સાથે લોહીમાં સાકરની સપાટી નીચે જવી) થઇ શકે.
- તાવ કે ચેપ નિવારવા સાવચેતી રાખવી, નિયત કરતાં વધુ ન ખાવું, અથવા ઈન્સ્યુલિનનો તમારો ડોઝ ચૂકી જવો, કેમ કે તેનાથી હાઈપરગ્લાયસેમિયા (મુંઝવણ, સુસ્તી, અથવા તરસની લાગણી, ફ્લશિંગ વગેરે જેવા લક્ષણો સાથે લોહીમાં સાકરની ઊંચી સપાટી થવી) થઈ શકે.
- ઈન્સ્યુલિન લિસ્પ્રો પ્રોટામાઈન લેતી વખતે લોહીમાં ગ્લુકોઝની સપાટી કે હિમોગ્લોબિન A1c (HbA1c) માટે તમારા પર નિયમિત દેખરેખ રાખવામાં આવશે.
- ઈન્સ્યુલિન લિસ્પ્રો પ્રોટેમાઈન લીધા પછી ડ્રાઇવ કરવું નહીં કે કોઇપણ મશીન ચલાવવા નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકે.
- ઈન્સ્યુલિન લિસ્પ્રો પ્રોટેમાઈનની સારવાર પર હોવ ત્યારે દારૂ પીવો નહીં, કેમ કે તેનાથી આડઅસરો વધુ વણસી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો ઈન્સ્યુલિન લિસ્પ્રો પ્રોટેમાઈન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- જો તમને લોહીમાં સાકરની સપાટી નીચી ગઈ હોય (હાઈપોગ્લાયસેમિયા) તો ન લો.