Probenecid
Probenecid વિશેની માહિતી
Probenecid ઉપયોગ
ગાઉટ ની સારવારમાં Probenecid નો ઉપયોગ કરાય છે
Probenecid કેવી રીતે કાર્ય કરે
તે કિડની દ્વારા યુરેટ્સના ફરી શોષણને (પેશાબમાથી લોહીમાં ફરી પ્રવેશ) અવરોધીને કાર્ય કરે છે જેથી યુરિક એસિડનું વિસર્જન વધે છે અને સાંધામાં યુરેટ ક્રિસ્ટલના જમાવને અટકાવે છે. તે કિડની દ્વારા પેનિસિલિન જેવા ચોક્કસ એન્ટિબાયોટિક્સને દૂર (લોહીમાંથી પેશાબમાં વિસર્જન) કરવાનું અટકાવે છે જેથી તેનું વિસર્જન વિલંબિત થાય છે અને લોહીમાં સંકેન્દ્રણ વધે છે.
Common side effects of Probenecid
પેટમાં દુઃખાવો, ઉબકા, અતિસાર, ભૂખમાં ઘટાડો
Probenecid માટે ઉપલબ્ધ દવા
Probenecid માટે નિષ્ણાત સલાહ
- પ્રોબેનેસિડનો ઉપયોગ એસ્પિરિન જેવા સેલિસાયલેટ્સની સાથે કરવો નહીં.
- પ્રોબેનેસિડ ઉપચારના પ્રથમ 6 થી 12 મહિના દરમિયાન સંધિવાના તીવ્ર હુમલાને અટકાવવા તમને કોલ્ચિસાઈન અથવા સ્ટિરોઈડ વગરની સોજા વિરોધી એજન્ટ (NSAID, દર્દશામક) લખી આપી શકે.
- જો તમને કિડનીમાં પથરી હોય અથવા હતી, કોઈપણ પ્રકારનો કિડનીનો વિકાર, પેટ અને નાના આંતરડામાં અલ્સર (પેપ્ટિક અલ્સર), ડાયાબિટીસ, યકૃતનો તીવ્ર વિકાર, લોહીનો વિકાર, અથવા ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડીહાઈડ્રોજીનેસ (G6PD) ઊણપ હોય તો પ્રોબેનેસિડ શરૂ કરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- કોઈપણ નિયત શસ્ત્રક્રિયા અંગે જેમાં તમે એનેસ્થેટિક મેળવી શકો તેની તમારા ડોકટરને જાણ કરવી.
- કિડનીમાં પથરી થતી અટકાવવા પ્રોબેનેસિડ લેવા દરમિયાન તમારે પૂરતા પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવું જોઈશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ડ્રાઈવિંગ કે મશીનરી ચલાવવા દરમિયાન સાવધાની રાખવી કેમ કે પ્રોબેનેસિડથી ચક્કર આવી શકે.