Psoralen
Psoralen વિશેની માહિતી
Psoralen ઉપયોગ
વિટિલિગો (પેચીસમાં ત્વચાનો રંગ જવો) અને સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ) ની સારવારમાં Psoralen નો ઉપયોગ કરાય છે
Psoralen કેવી રીતે કાર્ય કરે
સોરોલેન, ફૂરોકોમરિન નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. સોરોલેન ત્વચાને યૂવી કિરણો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી દે છે, જે ત્વચા પર એન્ટી પ્રોલિફરેટિબ (કેરાટિનાઇઝેશનને ધીમુ કરે છે) અને એન્ટી ઇન્ફ્લામેટરી અસર પાડે છે અને આમ આ સોજા કરતા ત્વચાના વિકારોને સારા કરે છે.
Common side effects of Psoralen
ત્વચાની લાલાશ, ત્વચા પર ફોલ્લા, એડેમા, ખંજવાળ
Psoralen માટે નિષ્ણાત સલાહ
યુવી રેડિયેશન સામે ખુલ્લા મુકાવાના 2 કલાક પહેલાં હંમેશા ખોરાક કે દૂધ સાથે પ્સોરલેન ટીકડી લેવી.
તમારી ત્વચા ચોખ્ખી અને સૂકી રાખવા સારવાર પૂર્વે સાદો શાવર લો.
પર્ફ્યુર્મ, આફ્ટરશેવ, ડિયોડોર્નટ કે બીજી પ્રસાધન સામગ્રી અને ટોઈલેટની સામગ્રીનો ઉપયોગ ન કરવો કેમ કે તેઓ ત્વચાને યુવી લાઈટ સામે વધુ સંવેદનશીલ બનાવે છે, જેથી તમારી ત્વચા પર ફોલ્લા પડી શકે.
લખી આપ્યો હોય તે કરતાં પ્સોરલેનનો વધુ ડોઝ ન લેવો, કેમ કે યુવી લાઈટમાં ખુલ્લા મુકાવાથી તમારી ત્વચા દાઝે અથવા તેના પર ફોલ્લા પડે.
કોઈપણ પ્રકારની કૃત્રિમ યુવી સારવાર કે રીલેક્સેશન દા.ત. સોલેરિયમ કે સૂર્યસ્નાનનો નિવારવું.
જનીન ભાગોનું રક્ષણ કરવાં પુરુષોએ જરૂરી પૂર્વ સાવચેતીઓ લેવી જોઇએ.
કેબિનેટમાં તમારા લાઈટનો ડોઝ લેતાં હોવ ત્યારે હંમેશા રક્ષણાત્મક ગોગલ્સ પહેરવાં.
પ્સોરલેન ટીકડી લો ત્યારથી 24 કલાક માટે યુવી 400 ધોરણસરના આંખના રક્ષણાત્મક ગ્લાસ અને રક્ષણાત્મક ત્વચા આવરણ પહેરવું.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
પ્સોરલેન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો આપવી જોઇએ નહીં.
14 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકોને આપવી જોઇએ નહીં.