Guaifenesin
Guaifenesin વિશેની માહિતી
Guaifenesin ઉપયોગ
શ્લેષ્મ સાથે ઉધરસ ની સારવારમાં Guaifenesin નો ઉપયોગ કરાય છે
Guaifenesin કેવી રીતે કાર્ય કરે
Guaifenesin એ શ્લેષ્મને પાતળું અને ઢીલું બનાવે છે, જેથી તે સહેલાઈથી બહાર નીકળે છે.
Common side effects of Guaifenesin
ઉબકા, ખંજવાળયુક્ત ફોલ્લી, અતિસંવેદનશીલતા પ્રતિક્રિયા, પેટમાં દુઃખાવો, અતિસાર, ઊલટી
Guaifenesin માટે ઉપલબ્ધ દવા
CervclearFourrts India Laboratories Pvt Ltd
₹941 variant(s)
BarkeitSanzyme Ltd
₹1251 variant(s)
CervifenRowez Life Sciences Pvt. Ltd.
₹1191 variant(s)
CervithinZerico Lifesciences Pvt Ltd
₹991 variant(s)
X LcfLupin Ltd
₹401 variant(s)
Tussalyte GMeridian Enterprises Pvt Ltd
₹751 variant(s)
MucusnilBioceutics Inc
₹2502 variant(s)
Guaifenesin માટે નિષ્ણાત સલાહ
- જો તમને ગ્વિફેનેસિન પ્રત્યે એલર્જી જાણમાં હોય તો તે ન લેવી.
- જો તમને શ્વાસમાં તકલીફ થાય, ચહેરા, ગરદન કે જીભ પર સોજો આવે (તીવ્ર એલર્જીક પ્રતિક્રિયા) આવે તો ગ્વિફેનેસિન બંધ કરવી અને તત્કાલ તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે એક કરતાં વધુ ઉધરસ અને શરદીની દવા લેતા હોય તો ગ્વિફેનેસિન દવા ન લેવી.
- જો તમને અસ્થમા, શ્વાસનળીમાં સોજો (બ્રોન્કાઈટિસ), ફેફસાનો વિકાર જેમાં ફેફસામાં હવા પહોંચવામાં અવરોધ ઊભો થાય (દીર્ધકાલિન અવરોધક પલ્મ્યુનરિ રોગ) જેમ કે એમ્ફીસેમા, ધૂમ્રપાન કરનારની ઉધરસ, પ્રોફીરિયા (જવલ્લે થતો લોહીમાં રંગનો વિકાર જે ત્વચા અને બીજા અંગોને અસર કરે) તો ગ્વિફેનેસિન શરૂ કરો તે પહેલાં ડોકટરની સલાહ લો.
- જો તમે યકૃત કે કિડનીની સમસ્યાથી પીડાતા હોવ અથવા જો તમે દારૂ પીતા હોવ તો ગ્વિફેનેસિન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લો.
- ઉધરસની સારવારમાં ઉધરસ દાબક ની સાથે ગ્વિફેનેસિન સંયોજન લેવી જોઇએ નહીં.
- જો તમારા લક્ષણો વધુ વણસે અથવા 7 દિવસમાં સુધારો ન થાય, વારંવાર થવાનું વલણ રહે, અથવા તેની સાથે તાવ, ફોલ્લી કે સતત માથાનો દુખાવો ચાલુ રહે તો તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે તાજેતરમાં ગ્વિફેનેસિન લીધી હોય કે તમે લેતાં હોવ, તો, પેશાબનું પરીક્ષણ કરાવતી વખતે તમારા ડોકટરને જાણ કરો એ મહત્વપૂર્ણ છે, કેમ કે તે પરિણામો પર અસર કરી શકે.
- જો તમે સગર્ભા હોવ કે સ્તનપાન કરાવતાં હોવ તો, તમારા ડોકટર સલાહ આપે તે સિવાય તમારે ગ્વિફેનેસિન ન લેવી.
- શીશી ખોલો તેના 4 અઠવાડિયામાં તેનો ઉપયોગ કરવો, જો તેનો ઉપયોગ ન કર્યો હોય તો પણ શીશી ખોલ્યાના 4 અઠવાડિયા પછી તે કાઢી નાંખવી (નિકાલ કરવાની કાર્યપદ્ધતિ બાબત તમારા ફાર્માસિસ્ટની સલાહ લેવી).