Apraclonidine
Apraclonidine વિશેની માહિતી
Apraclonidine ઉપયોગ
ગ્લુકોમા (આંખમાં ઉંચું દબાણ), ઝામર ની સારવારમાં Apraclonidine નો ઉપયોગ કરાય છે
Apraclonidine કેવી રીતે કાર્ય કરે
Apraclonidine એ આંખની કીકીની અંદરના દબાણને ઘટાડીને કાર્ય કરે છે
Common side effects of Apraclonidine
આંખમાં બહારની વસ્તુની સંવેદના, ઝાંખી દ્રષ્ટિ, સૂકું મોં, ડર્મેટાઇટિસ, આંખોમાં બળતરાની સંવેદના, આંખમાં ખુંચવું, આંખમાં ખંજવાળ, આંખમાં એલર્જીક પ્રતિક્રિયા
Apraclonidine માટે ઉપલબ્ધ દવા
AlfadropsCipla Ltd
₹401 variant(s)
Apraclonidine માટે નિષ્ણાત સલાહ
- મૂર્ચ્છા પામવાની ઘટનાઓનો ઈતિહાસ ધરાવતા દર્દીઓમાં આંખની લેસરથી શસ્ત્રક્રિયા દરમિયાન અચાનક મૂર્ચ્છા પામવાની (વાસોવેગલ હુમલો) ઘટનાઓની દેખરેખ રાખવી જોઈએ.
- આંખમાં અંદરની બાજુ પ્રવાહીના દબાણમાં અત્યંત પ્રમાણમાં ઘટાડા માટે તમારી દેખરેખ રાખવી જોઈએ.
- છાતીનો દુખાવો (એન્જાઈના), તીવ્ર કોરોનરી ઈનસફિસિયન્સી (સ્થિતિ કે જેમાં હૃદય પૂરતા પ્રમાણમાં લોહીને પમ્પ કરી શકતું નથી), તાજેતરમાં હૃદયનો હુમલો (માયોકાર્ડિઅલ ઈન્ફાર્ક્શન), હૃદયની નિષ્ફળતા, મગજમાં લોહીના પરિભ્રમણનો રોગ (સેરેબ્રોવાસ્કયુલર રોગ), લાંબા સમયથી કિડનીની નિષ્ફળતા (દીર્ધકાલિન મૂત્રપિંડની નિષ્ફળતા), યકૃતની નિષ્ફળતા, લોહીની રક્તવાહિનીઓનો વિકાર (વેનૌડનો રોગ અથવા થ્રોમ્બોએન્જાઈટિસ ઓબ્લિટેરન્સ) અથવા હતાશાનો ઈતિહાસ ધરાવતા દર્દીઓમાં એપ્રાકલોનિડાઈનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ.
- હૃદયની સમસ્યાઓ માટે એન્ટિહાયપરટેન્સિવ (બિટાબ્લોકર (આંખના ટીંપા કે મોં દ્વારા લેવાની),, અને કાર્ડિએક ગ્લાયકોસાઈડ્સ (એટલે કે ડિજિટેલિસ)) માટે સહવર્તી દવાઓ મેળવી રહેલ દર્દીઓમાં અને આંખની શસ્ત્રક્રિયા કરાવેલ દર્દીઓમાં હૃદયનો દર અને લોહીના દબાણ પર વારંવાર દેખરેખ રાખવાની ભલામણ છે.
- દૂષિત થવાનું ટાળવા આંખના ટીંપાની બોટલના ટોચના ભાગને તમારી આંગળીઓ, આંખ કે આજુબાજુની જગ્યા પર સ્પર્શ કરવો નહીં. બોટલનો ઉપયોગ ન કરો ત્યારે તેને સજ્જડ બંધ રાખવી.
- એપ્રાક્લોનિડાઈન આંખના ટીંપા નાખ્યાં પછી જો તમારે આંખના અન્ય ટીંપાનો ઉપયોગ કરવાનો હોય તો ઓછામાં ઓછી 5 મિનિટનો સમય રાખો
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- ડ્રાઈવિંગ કરવા દરમિયાન અથવા મશીનરી ચલાવવા દરમિયાન પૂર્વ સાવધાનીઓ રાખવી કેમ કે એપ્રાક્લોનિડાઈનથી ચક્કર અને ઘેન (અતિ નિંદ્રા) આવી શકે છે.