Raltegravir
Raltegravir વિશેની માહિતી
Raltegravir ઉપયોગ
એચઆઇવી ચેપ ની સારવારમાં Raltegravir નો ઉપયોગ કરાય છે
Raltegravir કેવી રીતે કાર્ય કરે
Raltegravir એ દર્દીઓમાં વાયરસની વૃદ્ધિમાં મદદ કરતા રસાયણ પર કાર્ય કરીને તેને અટકાવે છે.
Common side effects of Raltegravir
અનિદ્રા, થકાવટ, માથાનો દુખાવો, ઉબકા, ચક્કર ચડવા, સ્નાયુમાં દુખાવો , અતિસાર, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ
Raltegravir માટે ઉપલબ્ધ દવા
ZepdonCipla Ltd
₹83041 variant(s)
IsentressMSD Pharmaceuticals Pvt Ltd
₹86891 variant(s)
RaltegravirGlobela Pharma Pvt Ltd
₹86891 variant(s)
Raltegravir માટે નિષ્ણાત સલાહ
- જો તમને ફીનીલકેટોન્યુરિયા (એક ગંભીર વારસાગત વિકાર), હતાશાનો એક તબીબી ઈતિહાસ અથવા કોઈ માનસિક બિમારી, તીવ્ર યકૃતનો વિકાર અથવા સ્નાયુનો વિકાર (માયોપથી અથવા રેબ્ડોમાયોલીસિસ) હોય તો રાલ્ટેગ્રેવિર લેતા પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- રાલ્ટેગ્રેવિરથી સારવાર દરમિયાન જો તમને સાંધાની હલન-ચલનમાં સજ્જડતા, દુખાવો અને મુશ્કેલી જણાય, અથવા ના સમજાય તેવો સ્નાયુનો દુખાવો, નબળાઈ અને કોમળતા જણાય અથવા કોઈ ચેપની નિશાનીઓ જણાય જેમ કે તાવ તો તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરવો.
- તમે રાલ્ટેગ્રેવિર લો તેના 2 કલાક પહેલાં અથવા 2 કલાક પછી એલ્યુમિનિયમ અથવા મેગ્નેશિયમ ધરાવતી એન્ટાસિડ લેવી નહીં.
- રાલ્ટેગ્રેવિર લીધા પછી મશીન ચલાવવું નહીં, ડ્રાઇવ કરવું નહીં કે સાઇકલ ચલાવવી નહીં.
- લોહી અથવા જાતિય સંસર્ગ દ્વારા અન્ય લોકોમાં એચઆઈવી વાયરસ ફેલાવવાનું રાલ્ટેગ્રેવિર અટકાવતું નથી. સંક્રમણ થતું અટકાવવા જરૂરી પૂર્વ સાવચેતીઓ લેવી
- તમને સારું લાગી રહ્યું હોય તો પણ રાલ્ટેગ્રેવિર લેવાનું ચાલુ રાખવું, કેમ કે દવા છોડી દેવાથી તમારી સ્થિતિ વણસી શકશે અને સારવાર પ્રત્યે પ્રતિરોધ કરી શકશે.
- રાલ્ટેગ્રેવિર ઉપચાર પર હોવ તે દરમિયાન તમારે એ વાતથી વાકેફ રહેવું જોઈશે કે તમારા શરીરની ચરબી વધી શકશે અથવા તમારા શરીરમાં બીજી જગ્યાએ જઈ શકશે જેમ કે તમારા સ્તન અને ઉપરની બાજુ.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો. તમારા શિશુમાં ચેપ પસાર કરવાનું નિવારવા એચઆઈવી માટે તમારે યોગ્ય સારવાર મેળવવી જોઈશે.