Succinyl Choline Chloride
Succinyl Choline Chloride વિશેની માહિતી
Succinyl Choline Chloride ઉપયોગ
શસ્ત્રક્રિયા દરમિયાન હાડપિંજરના સ્નાયુનું રીલેક્સેશન માટે Succinyl Choline Chloride નો ઉપયોગ કરાય છે
Succinyl Choline Chloride કેવી રીતે કાર્ય કરે
Succinyl Choline Chloride એ મગજમાંથી સ્નાયુ તરફ મોકલેલા સંદેશાને અવરોધે છે, જેથી તેઓ સંકોચાતા અટકે છે અને તેઓને રીલેક્સ કરે છે.
Common side effects of Succinyl Choline Chloride
ત્વચા પર ફોલ્લી, લાળનું વધેલું ઉત્પાદન, લોહીનું વધેલું દબાણ
Succinyl Choline Chloride માટે ઉપલબ્ધ દવા
SucolNeon Laboratories Ltd
₹551 variant(s)
EntubateAbbott
₹9 to ₹122 variant(s)
Succinylcholine ChlorideTroikaa Pharmaceuticals Ltd
₹281 variant(s)
Succinyl Choline ChlorideCiron Drugs & Pharmaceuticals Pvt Ltd
₹511 variant(s)
SuccithemThemis Medicare Ltd
₹581 variant(s)
NapronylMiracalus Pharma Pvt Ltd
₹121 variant(s)
Succinyl Choline Chloride માટે નિષ્ણાત સલાહ
- નિષ્ણાત ડોકટર દ્વારા જ સક્કિનીલકોલાઇન કલોરાઇડના ઇંજેક્ષનો આપવાં જોઇશે.
- જો તમને હ્રદયના ઝડપી ધબકારા, ઝડપથી શ્વાસ લેવો, શરીરનું ઉંચુ તાપમાન, જડબા અથવા અન્ય સ્નાયુમાં સ્પાઝમ કે સજજડતાનો અનુભવ થાય તો તત્કાલ તમારા ડોક્ટરને જાણ કરવી.
- જો તમને તીવ્ર એલર્જીક પ્રતિક્રિયા જેમ કે છાતીમાં સજ્જડતા, કે શ્વાસ લેવામાં મુશ્કેલીનો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે આંખમાં શસ્ત્રક્રિયા કરાવી હોય, આખમાં ઇજા, ગ્લુકોમા (આંખમાં દબાણ વધવું), ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલન (પોટેશિયમ, કેલ્શિયમ કે સોડિયમના ઉંચા કે નીચા સ્તરો), યકૃત કે કિડની કે હ્રદયનો રોગ, કેન્સર, મગજમાં રક્તસ્ત્રાવ, થાઇરોઇડનો રોગ, ઓછું હિમોગ્લોબિન, અલ્સર, ફ્રેક્ચર કે સ્નાયુમાં સ્પાઝમ હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો દર્દી સક્કિનીલકોલાઇન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- જો દર્દી તાજેતરમાં તીવ્ર દાઝ્યા હોય, ઇજા થઇ હોય, ચેતામાં નુકસાન, કે શરીરના ઉપરના ભાગમાં હલન-ચલનની ઇજા થઇ હોય તો દવા લેવી નહીં.
- જો દર્દીને સ્નાયુના રોગ કે મેલિગ્નન્ટ હાઇપરથર્મિયાનો (શરીરના તાપમાનમાં ઝડપી વધારો અને સામાન્ય એનેસ્થેસિયા માટે વપરાતી ચોક્કસ દવાઓ થી તીવ્ર સ્નાયુનું સંકોચન થાય) વ્યક્તિગત કે કૌટુંબિક ઇતિહાસ હોય તો દવા લેવી નહીં.